Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiપ્રથમ સમરસ સર્વજ્ઞાતિ સમુહલગ્ન મહોત્સવને આખરી ઓપ આપવા બંને પક્ષના માતાપિતા સાથે...

પ્રથમ સમરસ સર્વજ્ઞાતિ સમુહલગ્ન મહોત્સવને આખરી ઓપ આપવા બંને પક્ષના માતાપિતા સાથે બેઠક યોજતા સાંસદ વિનોદભાઈ ચાવડા

મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સહયોગથી જયારે પ્રથમ સમરસ સર્વ જ્ઞાતિ સમુહલગ્ન મહોત્સવ આગામી 25/5/25 રવિવારના રોજ યક્ષ મંદિર માધાપર ખાતે યોજવા જઈ રહ્યો છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે અને એક પછી એક એમ સમગ્ર કામગીરીને આખરી ઓપ આપવા તરફ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

વર કન્યાના માતા પિતા (વાલીઓ)ને વિવિઘ તૈયારીઓ અને મુખ્ય સૂચનાઓ માટે બેઠક યોજવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમરસતાના સિદ્ધાંતને સાર્થક ઠેરવતા આ સમૂહલગ્નના આયોજનને સફળ બનાવવા સમગ્ર સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

યક્ષ મંદિર ખાતે વિનોદભાઈના અધ્યક્ષ સ્થાને અને હિતેષભાઇ જોષીની ઉપસ્થિતિમાં જેમના લગ્ન યોજવાના છે, તે વરકન્યાના માતા પિતા તેમજ પરિવારજનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વાલીઓ હાજર રહ્યા હતા. તમામ વાલીઓને આગેવાનો દ્વારા સમુહલગ્ન અંગે માહિતી આપવામાં આવી હતી અને આ સમૂહલગ્નને સફળ બનાવવા સહયોગી બનવા જણાવાયું હતું.તમામ વાલીઓને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ સમગ્ર આયોજનમાં સામેલ થવા બદલ સર્વે વરકન્યાના માતા પિતાને અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર આયોજન ભવ્યતાથી થશે અને દરેક સમાજના લોકો આ આયોજનમાં જોડાય એવા સમરસતાના ભાવથી આ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વિશેષમાં વિનોદભાઈએ આગામી વર્ષે પણ સમરસ સમુહલગ્ન યોજવા અંગે જાહેરાત કરી હતી. તેમણે આ સમગ્ર આયોજનમાં છેલ્લા એક મહિનાથી મેહનત કરી રહેલા સૌ આયોજન સમિતિના સભ્યોને અભિનંદન આપી બિરદાવ્યા હતા.

બેઠકની શરૂઆતમાં હિતેષભાઇ ખંડોલ દ્વારા સમુહલગ્નના આયોજનમાં પોતાના ઘરે જ લગ્ન છે તેવી રીતે આયોજન સમિતિને સહયોગ આપવા જણાવ્યું હતું. તેમના દ્વારા સમગ્ર આયોજન અંગેની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. જેમના દ્વારા લગ્ન લેવાના છે તે શાસ્ત્રી હિતેષભાઇ જોષીએ ટાઈમ ટેબલ સાચવવા પર ભાર મુક્યો હતો. સમૂહલગ્ન માટે બંને પક્ષે કરવાની તૈયારી અંગે માહિતગાર કર્યા હતા.

મહેશ્વરી સમાજના આગેવાન નરેશભાઈએ આ સમુહલગ્ન કરવા બદલ સાંસદના વિચારોને બિરદાવ્યા હતા. તેમણે આ સમૂહ લગ્નમાં કોઈ અગવડતા ઉભી ના થાય તેના સમગ્ર આયોજન સુપેરે પાર પડે તે માટે આપણા સૌની વિશેષ જવાબદારી હોવાનું જણાવ્યું હતું. આ આયોજન બેઠકમાં આયોજક સમિતીના હિતેશ ખંડોર, મિતભાઈ ઠકકર, મયુરસિંહ જાડેજા, વિશાલ ઠક્કર સહિત મોટી સંખ્યામાંમાં સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.સંચાલન રિતેનભાઈ ગોરે કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments