વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢુંવા ગામની સીમમાં બોફો સિરામિક નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી દલસુખભાઈ જખાણીયા રહે.નવા ઢુંવા વાળાને રોકડા રૂપિયા 270 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.