મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વિશિપરાથી વીસી ફાટક તરફ આવતી એક નંબર પ્લેટવગરની શંકાસ્પદ સી.એન.જી રીક્ષા સાથે રજાકભાઈ રમજાનભાઈ મોવર રહે. મોરબી વીશીપરા માતમચોક પાસેવાળાને અટકાવતા પોકેટ કોપથી સર્ચ કરતા રીક્ષા સાણંદમાંથી ચોરાય હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આરોપીની ધરપકડ કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
