મોરબી : માળીયાના મોટા ભેલા ગામે બાઈક ધીમું ચલાવવા મામલે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર માળીયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામે શેરીમાં બાઈક ધીમું ચલાવવા બાબતે ઠપકો આપતા આરોપી ભાવેશ ખેંગારભાઈ ગોહેલે ફરિયાદી ભાનુબેન માવજીભાઈ રાઠોડના પુત્ર જેન્તીલાલ અને અશ્વિન ઉર્ફે અશોકભાઈ સાથે ઝઘડો કરી લાકડી તેમજ પથ્થરના છુટા ઘા મારી ઇજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.