Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની નિમણૂક : ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની રજૂઆત ફળી

હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની નિમણૂક : ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની રજૂઆત ફળી

હળવદમાં હવે પ્રસુતિ દરમિયાન સગર્ભાઓને બહારગામ જવું નહિ પડે

હળવદ : હળવદ પંથકની સગર્ભા મહિલાઓને અગાઉ પ્રસુતિ દરમિયાન બહારગામ જવું પડતું હતું. કારણ કે, હળવદની સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોકટર જ ન હતા. આથી સ્થાનિક આગેવાનોની રજુઆત અને હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સરકારમાં હળવદની સગર્ભાઓને પ્રસુતિ દરમિયાન પડતી હાલાકીનો ચિતાર આપી હળવદની સિવિલ હોસ્પિટલમાં ગાયનેક તબીબની નિમણૂક કરવાની રજુઆત કરી હતી. જેથી તેમની રજુઆતને ધ્યાને લઈને સરકારના જે તે વિભાગ દ્વારા હળવદની સરકારી હોસ્પિટલમાં ગાયનેક તબીબની નિમણૂક કરાતા હળવદ પંથકની મહિલાઓને રાહત થઈ છે.

હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે દર મહિને ૧૫૦ની આસપાસ સર્ગભા બહેનોને પ્રસૂતા સમયે નોર્મલ ડિલિવરી થઈ રહી છે પરંતુ સિજેરિયન ડિલિવરી માટે દર્દીને નાછૂટકે મોરબી અથવા સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડતા હતા. ત્યારે આ અંગે નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની ખાલી પડેલી જગ્યાને ભરી આપવા ધ્યાન દોર્યું હતું. આથી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ આ અંગે વિગતવાર રાજ્ય સરકારનવા આરોગ્ય વિભાગમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.જેથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ (ગાયનેક) ડૉ વિરાજ વિડજાની નિમણૂક કરી છે. જેથી હવે પ્રસૂતા સમયે સિજેરિયન ઓપરેશન ની જરૂર જણાઈ તો પ્રસૂતા સમયે મહિલા દર્દીને બહારગામ વધુ સારવાર માટે રીફર કરવા નહિ પડે અને હળવદ ખાતે જ નોર્મલ તેમજ સિજેરિયન ડિલિવરી થઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યના પ્રયાસથી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સહિત તમામ અધ્યયન સાધનો વસાવવામાં આવ્યા છે. જેથી દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સુવિધા મેળવે તેવી જ અથવા તેનાથી પણ ઉત્તમ સુવિધા નિઃશુલ્ક પણે મેળવી શકશે. ડૉ વિરાજ વિડજા પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા આતુર છે ત્યારે આ નિમણૂક થકી અનેક દર્દી નારાયણ અને સામાન્ય પરિવારોને લાભ મળશે. આથી હળવદ તાલુકાની જનતાએ આ તકે ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments