મોરબી : ગુજરાત રાજ્યના મંત્રી અને કોળી સમાજના
કોળી સેના સ્થાપક પરસોતમભાઈ સોલંકીના જન્મ દિવસ નિમિત્તે મોરબી કોળી સમાજના આગેવાનોએ વૃક્ષારોપણ અને હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતાં અને પરસોતમભાઈ સોલંકીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા કોળી સમાજના આગેવાનો અજયભાઈ વાધાણી, જગદીશભાઈ બાંભણીયા, રાજેશભાઈ છેલાણીયા, સુરેશભાઈ શિરોહીયા (પૂર્વ કાઉન્સિલર), ઈશ્વરભાઈ છેલાણીયા (મંત્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો) અને કોળી સમાજના આગેવાનો યુવા કાર્યકરો ભાઈઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


