મોરબી : મોરબીના વિદ્યાર્થીઓ માટે ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા ક્લાસમેટ કંપનીના ફુલસ્કેપ ચોપડા સ્કૂલબેગ કંપાસ બોક્સ વગેરે 40% થી વધુ રાહત દરે વિતરણ કરવામાં આવશે.
નવું શૈક્ષણિક વર્ષ 2025-26 શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ફ્રી ટિફિન સેવા પરિવાર મોરબી શ્રીમદ રાજચંદ્ર પરિવાર ધરમપુર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સીરામીકના સહયોગથી મોરબીના વિદ્યાર્થીઓ માટે બ્રાન્ડેડ ક્લાસમેટ કંપનીના ફુલ સ્ટેપ બુક તથા અન્ય સ્ટેશનેરી 40% થી વધુ રાહત દરે વિતરણ એક અઠવાડિયા સુધી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ તારીખ 25 મે 2025 થી તારીખ 1 જુન 2025 સુધી ચાલશે.આથી મોરબીની દરેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ પ્રોજેક્ટનો લાભ મેળવે તેવી પ્રોજેક્ટના આયોજકો દ્વારા અભ્યર્થના છે.
આ પ્રોજેક્ટમાં કોઈપણ સ્કૂલ પોતાના વિદ્યાથીઓ માટે કોઈ એક ફિક્સ સમય અને તારીખ નક્કી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે.
📞ડો. રવિન્દ્ર ભટ્ટ : 98982 88777
📞સુનિલભાઈ કચોરીયા: 9408101954
📞મિહિરભાઇ મહેશ્વરી : 9426221848
❇️ વિતરણ તારીખ : 25/5/2025 થી 1/6/2025
❇️ વિતરણ સમય: સવારે 7:00 થી 12:00 સાંજે 4:00 થી 7:00
❇️ વિતરણ સ્થળ: “આશીર્વાદ:
શક્તિ પ્લોટ શેરી નંબર-9
રવાપર રોડ, મોરબી
