મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રોડ રિસરફેસ કરવાની કામગીરી હાથ ધરી છે. હાલ નવલખી ફાટક થી પરશુરામ બ્રિજ ને રિસરફેસ કરવામાં આવી રહી છે. મોરબી મનપા રૂ.1.63 કરોડના ખર્ચે આ રોડ રિસરફેસ કરવામાં થતા લોકોને રાહત મળશે.
આ પહેલા મનપાએ જૂના લીલાપર અને ગાંધી ચોકથી રીસરફેસ કામગીરીને પણ મંજૂર કરી હતી. મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા રોડને ચોમાસા પહેલા રિ સરફેસ કામગીરી મંજૂર કરવામાં આવી છે અને તેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે શું ટ્રાફિકથી ધમધમતા નવલખી ફાટકથી પરશુરામ બ્રિજ સુધીના રોડને રિ સરફેસ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે મહા નગર પાલિકા દ્વારા રૂ.1.63 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા જે કામગીરી કરવામાં આવતા આગામી દિવસોમાં લોકોને રાહત મળશે તેવી આશા સેવાઇ રહી છે.

