વાંકાનેર : વાંકાનેર તાલુકાના દેવળીયા ગામે ખેતમજૂરી કરતા યુવાનને અદેપર અને સતાપર ગામ વચ્ચેની સીમમાં આંતરી જુના પ્રેમસંબંધનો ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કરતા આ બનાવમાં બે સગાભાઈઓને ઇજાઓ પહોંચતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દેવળીયા ગામે બહાદુરસિંહ જાડેજાની વાડીમાં રહી ખેત મજૂરી કરતા મૂળ થાનના રહેવાસી કિશન છગનભાઇ વાઘેલાએ આરોપી મુકેશ ભૂસડીયા રહે.મેસરિયા અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ કિશનના ભાઈ દશરથને આરોપી મુકેશ ભૂસડીયાની બહેન સાથે પ્રેમસંબંધ હોય જે બાબતનો ખાર રાખી ગત તા.22ના રોજ રાત્રે અદેપર ફુલેકામાંથી પરત આવતા હતા ત્યારે રસ્તામાં આરોપી મુકેશે સ્વીફ્ટ કાર આડી નાખી આંતરી લાકડી વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે