મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર ક્રિષ્નાપાર્ક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા તીનપતિના જુગારની મજા માણી રહેલ છ મહિલા સહિત દસ આરોપીઓ રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે 28 હજારથી વધુની રોકડ કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર ક્રિષ્નાપાર્કમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા ક્રિષ્નાપાર્ક શેરી નંબર 2મા દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી રજાકભાઇ ગુલામભાઇ ચાનીયા રહે. વાવડી રોડ, સોનલબેન કાંતીલાલ સોમૈયા રહે. સામાકાંઠે, સમાબેન સફીભાઇ જીંદાણી રહે. વાવડી રોડ, ઇકબાલભાઇ ગફારભાઇ હડફા રહે.પડઘરી, રાજેશભાઇ સરજુદાસ નિમ્બાર્ક રહે. વાવડી રોડ, મીનાબેન કાનજીભાઇ ખટાણા રહે.મોરબી વાવડી રોડ,શબાનાબેન ઇકબાલભાઇ હડફા રહે.પડઘરી, જયેશભાઇ જેન્તીલાલ બસીયા રહે.નાની વાવડી, કલ્પનાબેન અંબારામભાઇ ગોપાણી ઉ.વ.૫૫ રહે. નાની વાવડી અને પારૂબેન લલીતભાઇ સોલંકી, રહે.પડઘરી નામના આરોપીઓ તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ.28,100 રોકડા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.