હળવદ : હળવદ તાલુકાના કેદારીયા નજીકથી પોલીસે બોલેરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક લઈ જવામાં આવી રહેલ બે ભેંસ તેમજ બે પાડાઓના જીવ બચાવી લઈ બોલેરો ગાડીમાં પશુઓની હેરફેર કરનાર કચ્છના વતની આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા સબબ ગુન્હો નોંધ્યો હતો.
હળવદ હાઇવે ઉપર કેદારીયા નજીક જીજે – 12 – સીટી – 7486 નંબરની બોલેરો ગાડીનો ચાલક બે ભેંસ તેમજ બે જીવિત પાડાઓને ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કર્યા વગર કતલખાને ધકેલવા માટે જઈ રહેલ હોય પોલીસે આરોપી જુમાભાઈ આમદભાઈ જત રહે.રાવરેશ્વર તા.લખપત, જિલ્લો કચ્છ વાળાને ઝડપી લઈ ચારેય અબોલ જીવના જીવ બચાવી લઈ ફરિયાદી જયપાલદાન કીર્તિદાન લાળસ રહે.રાણેકપર રોડ હળવદ વાળાની ફરિયાદને આધારે પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા સબબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.