હળવદ : હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનને રીક્ષાનો હપ્તો ચડી ગયેલ હોવાની વાત કરીને બેંક ખાતામાંથી રૂપિયા ઓળવી લઈને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાવી છે
હળવદના ચરાડવા ગામેં રહેતા મનોજભાઈ વાલજીભાઈ હળવદિયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપીઓએ મોબાઈલ ન્માંબર ધારક અને અર્ચનાબેન નામની વ્યક્તિએ ભેગા મળી બજાજ કંપનીમાંથી બોલતા હોવાનું કહી મનોજભાઈની રીક્ષાનો હપ્તો ચડી ગયેલ હોય જે હપ્તો ભરવા માટે ફોનમાં વાતચીત કરી મનોજભાઈનો વિશ્વાસ કેળવી વોટ્સઅપમાં એક સ્કેનર મોકલી મનોજભાઈના એસ બી આઈ બેંકના ખાતાનંબર માંથી ફોન પે મારફત રૂપિયા ૧૦૧૯૨ ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રીક્ષાનો કોઈ હપ્તો ભરેલ નહિ કે રૂપિયા પણ પાછા નહિ આપી મનોજભાઈ સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.