ટંકારા નજીક લૂંટ-ધાડને અંજામ આપનાર ટોળકીને લગધીરગઢના યુવાને આપ્યો આશરો હોવાનું ખુલ્યું
મોરબી : આંગડિયા પેઢીના લાખો રૂપિયા ભરેલી કાર નીકળી ગઈ છે ધાડ માટે તૈયાર રહેજો.. મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક ખજૂરાહોટલના મેદાનમાં 90 લાખ રૂપિયાની ધાડના ચકચારી બનાવમાં અગાઉ બે આરોપી ઝડપાયા બાદ આ ધાડ કરનાર ટોળકીને ધાડની ટંકારા લગધીરગઢ ગામના શખ્સે મહ્ત્વની ટીપ્સ આપી હોવાનું બહાર આવતા ટંકારા પોલીસે આજે આ શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા પોલીસ સમક્ષ પોપટ બનેલા આરોપીએ લૂંટના આરોપીઓને પોતાના કારખાનામાં આશરો આપ્યો હોવાનું તેમજ લૂંટના દિવસે કાર રાજકોટ બેડી ચોકડીએથી પસાર થયા બાદ લૂંટારૂઓને કાર ટંકારા તરફ આવી રહી હોવાની માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.
ટંકારાની ખજૂરા હોટલના પ્રાંગણમાં 90 લાખની લૂંટ અને ધાડના કેસમાં પોલીસે લગધીરગઢ ગામના દિગ્વિજય અમરશીભાઈ ઢેઢીની ધરપકડ કરી છે જેમાં આરોપી દિગ્વિજયે બેડી ચોકડીએથી કાર પસાર થયા બાદ છત્તર પાસે ઉભેલા લૂંટારૂઓને કાર પાસ થઈ ગયાની માહિતી આપી હતી. આ ઉપરાંત જબલપુર ગામના પાટિયા પાસે આરોપી દિગ્વિજયના બાલાજી પ્રોડક્ટ નામના કારખાનામાં લૂંટારૂઓને રહેવા જમવા સહિતની સગવડતા આપી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વધુમાં આરોપી દિગ્વિજય ઢેઢીએ સુરતના અલ્પેશ નામના શખ્સના કહેવાથી આરોપીઓ માટે રેકી કરી લૂંટારૂઓને કારખાનામાં આશ્રય આપ્યો હોવાનું પોલીસની પૂછતાછમાં કબુલતા લૂંટની આ ઘટનાની તપાસ સુરત સુધી લંબાઈ છે.. હાલ આરોપીને રિમાન્ડ ઉપર લેવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ સફળ કામગીરી માં સમીર સારડા નાયમ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, વાંકાનેર, એમ.પી.પંડયા પોલીસ ઇન્સેક્ટર એલ.સી.બી. મોરબી, કે. એમ.છાસીયા પોલીસ ઇન્સેક્ટર ટંકારા પો.સ્ટે. એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ, મોરબી તથા ટંકારા પોલીસ સ્ટાફના જોડાયેલા હતા.
