વોટ્સએપમાં વાતો કરી બાદમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લીધા બાદ પરત ન આપતા ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબી શહેરમાં નાણાં કમાવાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ ક્રીપ્ટો કરન્સીમાં રોકાણના નામે અધધધ કહી શકાય તેટલી રૂ.1.51 કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ બુચ મારી દેતા 20 દિવસ પૂર્વેના આ બનાવમાં વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા અને શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સીના નામે વેપાર કરતા નૈમિશ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ બે અલગ અલગ વોટ્સએપ મોબાઈલ નંબર ધારક તેમજ અન્ય સાત બેન્ક એકાઉન્ટ ધારક સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ યુએસડી ક્રીપ્ટો કરન્સીમા રોકાણ કરવા લોભામણી લાલચ આપી 1,51,02,500 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી લઈ આજદિન સુધી પરત નહિ આપતા છેતરપિંડી કરવા સબબ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ઘટના અંગે સાયબર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.