મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડમા રામેશ્વર મંદિર પાસે રહેતા આરોપી હિતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 6 બોટલ કિંમત રૂપિયા 16,360 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.