વાંકાનેર : કેન્દ્ર સરકાર દ્વારા વેરાવળ (સોમનાથ) થી સાબરમતી (અમદાવાદ) વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હોય જે નિમિત્તે આજરોજ સોમવારે વાંકાનેર રેલ્વે સ્ટેશને ટ્રેનના સ્ટોપેજ ખાતે આગેવાનો દ્વારા ફુલ-હાલ સાથે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભવ્ય સ્વાગત સાથે લીલી ઝંડી બતાવી ટ્રેનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનના સ્વાગત માટે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા , રતિલાલ અણિયારીયા , પ્રદીપભાઈ મેહતા , સુરેશભાઈ પ્રજાપતિ , અમુભાઈ ઠાકરાણી, તેમજ શહેર તથા તાલુકા સંગઠનના હોદેદારો તથા કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહી વંદે ભારત વંદે માતરમ્ ભારત માતાની જય ના નારા લગાવી ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું હતું.





