મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં નાટો સિરામિક નજીક પગપાળા જઈ રહેલા મૂળ મહીસાગર જિલ્લાના વતની સુમિત્રાબેન નવરતભાઈ સલોત ઉ.45ને આરજે – 19 – જીજે – 1772 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પતિ નવરતભાઈ પ્રતાપભાઈ સેલોતે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.