વાંકાનેર : વાંકાનેરની ગૌશાળામાં કામ કરતી વખતે બેભાન બની જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરના રાજા વડલા રોડ ઉપર આવેપ અંધ – અપંગ ગૌશાળામાં રહી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી સુરપાલ કેન્દ્રુ શીંગાળ ઉ.19 નામનો શ્રમિક ગઈકાલે ગૌશાળામાં કામ કરતો કરતો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર બની જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.