મોરબી : યક્ષ મંદિર – માધાપર મધ્યે પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના લોકલાડીલા સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છમાં પ્રથમ સમરસ સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન ભવ્ય રીતે લાગણીસભર આત્મીયતા સાથે સંપન થયા હતા.
સમુહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડતા નવ યુગલોને શુભ આશિષ આપવા કચ્છ અને મોરબીના સામાજીક, રાજકીય આગેવાનો ઉપરાંત દાતાઓ, સ્નેહીજનો, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં એકતા, સમરસતા,દરેક નાના મોટાના સહકાર, ઢોલ શરણાઇના સુર સાથે ૨૯ વરઘોડિયા લગ્ન મંડપમાં પધાર્યા હતા. લગ્ન ગીતો અને આશિષ પાઠવતી સુરાવલી વચ્ચે મહાલક્ષ્મી ધામ – આચાર્ય હિતેશ મારાજ દ્વારા સપ્તપદીના ફેરા અને લગ્નવિધિ પરીપુર્ણ કરવામાં આવી હતી.
આ અંગે વરવધુને શુભઆશિષ પાઠવતા વિનોદભાઇએ શાબ્દિક આવકાર આપતા જણાવ્યુ હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન કચ્છ પધારી રહ્યા છે ત્યારે, તેમના સમરસતા અને સૌને સાથે લઇને ચાલવાના સીદ્ધાંતને અનુસરી કચ્છ જીલ્લામાં સૌ પ્રથમવાર આ સમરસ સર્વજ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજના લોકોને સાથે લઇ આ ભવ્ય આયોજન કરાયું છે. સમુહ લગ્નોત્સવમાં કુલ ૩૬ સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં ૭ મુસ્લિમ સમાજના લગ્ન તારીખ ૨૪/૦૫/૨૦૨૫ ના સવારે ગણેશ સ્થાપના, મંડપારોપણ, હસ્તમેળાપ, ભોજન સમારંભ બાદ ભાવસભર કન્યા વિદાય આપવામાં આવી હતી.
સમુહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર અને મંચસ્થ મહાનુભાવોમાં કચ્છ વિભાગ સંઘ સંચાલકજી હિમ્મતભાઈજી વસણ, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી જાડેજા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, ત્રિકમભાઈ છાંગા, અનિરૂધ્ધભાઇ દવે, માલતીબેન મહેશ્વરી, પ્રધુમન સિંહ જાડેજા, અને મોરબી ધારાસભ્ય કાન્તિભાઇ અમૃતિયા RSS સંઘના રવજીભાઇ ખેતાણી, નારાણભાઇ વેલાણી, નવીનભાઇ વ્યાસ, અંગદાન પ્રણેતા દીલીપભાઇ દેશમુખ, પૂર્વ અધ્યક્ષ પુર્વ ધારાસભ્ય નિમાબેન આચાર્ય, પૂર્વ જીલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા, પૂર્વ ભાજપ પ્રમુખ દિલિપભાઇ ત્રિવેદી, મોરબી મહામંત્રી કે.એસ. અમૃતિયા, તથા જેઠાભાઇ મિયાત્રા તથા કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઇ આચાર્ય, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, દિલીપભાઇ શાહ, સંત મહંત ભરતદાદા ગુરુ દેવજી દાદા હાજલ દાદાનો અખાડો ભારાપર, મહંત જગદીશદાસ બાપુ ભજન ભોયરા મોટા બંદરા રવિ ભાણ આશ્રમ, લઘુ મહંત સુરેશદાસ બાપુ રામ મંદિર વિરાણી મોટી, કિશોરદાસજી મહારાજ સેવા સ્મરણ કુટિયા વરલી, પરમ પૂજય લઘુમહંત મુકુલદાસ બાપુ રવિભાણ આશ્રમ બીબર, સંત વિશનજી દાદા કાપડી વિછિયા સામંત રાજા દાદાનો આખાડો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જી.પ. સદસ્ય, તા.પ. સદસ્ય, નગરપાલિકાના પ્રમુખો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન તમામ પ્રસંગો સફળતા પુર્વક પાર પડે તે માટે સમુહ લગ્ન સમિતિ દ્વારા તમામ નાની મોટી વ્યવસ્થા કરવામાં આવેલ છે. કન્યા દાનમાં સહયોગી દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું.
મુખ્ય ભોજનના દાતા, તેમજ કીટ, મંડપ, અન્ય કન્યાદાનના દાતાઓનું સમિતિ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. સમાજ નવ નિર્માણ ટ્રસ્ટનાં પુનમભાઇ મકવાણા, મનીષભાઇ બારોટ, અરવિંદભાઇ લેઉવા તેમજ જેન્તિભાઇ, કિશોરભાઇ મહેશ્વરી, હિતેશભાઇ ખંડોલ, મિતભાઇ ઠક્કર દિનેશભાઇ ઠક્કર, મયૂરસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા.




