ધોરણ ૧૧-૧૨ ફ્રેશ અને રિન્યુઅલ વિધાર્થીઓએ તા.૧૬/૦૬/૨૦૨૫ સુધી અરજી કરવાની રહેશે પ્રવેશ માટે https://.esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવી
મોરબી : નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તક મોરબી જિલ્લામાં આવેલ ડો.બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય શોભેશ્વર-રોડ મોરબીમાં અનુસુચિત જાતિના મેડિકલ, એન્જીનીરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમાં, આર્ટસ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધોરણ ૧૧-૧૨ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પુરતી તક આપવાના હેતુ માટે પ્રવેશ મેળવવા https:// .esamajkalyan.gujarat.gov.in પર આગામી તારીખ ૧૦/૦૭/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવા આવે છે. જે અન્વયે સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ ૧૧ અને ૧૨ના ફ્રેશ અને રિન્યુઅલ વિધાર્થીઓએ તા.૧૬/૦૬/૨૦૨૫ સુધી અરજી કરવાની રહેશે.
સરકારી છાત્રાલયમાં “ એ-ગ્રુપ ”ના ફ્રેશ મેડિકલ/ઈજનેર અને તેને સંલગ્ન અન્ય અભ્યાસક્રમો માટે રિન્યુઅલ વિધાર્થીઓએ અરજી કરી શકાશે. જયારે ‘એ-ગ્રુપ’ ના ફ્રેશ વિધાર્થીઓ માટે વર્ષ:૨૦૨૫-૨૬ની કોલેજ/સંસ્થાની પ્રવેશ પ્રકિયા શરૂ થાય ત્યારે અલગથી જાહેરાત આપવામાં આવે છે. સરકારી છાત્રાલયમાં ફ્રેશ અને રીન્યુયલ વિધાર્થીઓએ પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. પ્રવેશની અરજી કરનાર ફ્રેશ અને રીન્યુયલ વિધાર્થીઓએ વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. છાત્રાલયમાં પ્રવેશ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ રહેશે.
છાત્રાલયમાં પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો https://.esamajkalyan. gujarat.gov.in વેબસાઈટ પર દર્શાવેલ છે, જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સરકારી છાત્રાલયમાં રહેવા, જમવા તથા લાઈટ- પાણીની વિગેરે સુવિધા વિના મુલ્યે આપવામાં આવ છે. અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ આપવામાં આવે છે. મોરબીમાં શોભેશ્વર રોડ-મોરબી ખાતે ડો.બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય આવેલી છે. વધુમાં પ્રવેશ અંગે વધુ જાણકારી કે માર્ગદર્શન માટે જાતિ કલ્યાણની કચેરીના ફોન નં.૦૨૮૨૨૨૪૨૨૨૪ પર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા અનુ.જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક એ.એમ.છાસિયાની યાદીમાં જણાવાયું છે.