મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા રમેશભાઈ છગનભાઇ ચાવડા ઉ.વ. 60 નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.