મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વોર્ડ નંબર 4માં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના ધાંધિયા સર્જાતા આ વિસ્તારોના લોકોને છતે પાણીએ તરસ્યા રહેવાનો વારો આવ્યો છે.આથી આજે શહેર કોંગ્રેસ પ્રમુખે આ વિસ્તારોની મુલાકાત લઈને પાણી પ્રશ્ન હલ ન થાય તો સ્થાનિકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી આપી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીના સામાકાંઠે આવેલ વોર્ડ નંબર 4નાં અનેક વિસ્તારોમાં હાલ પીવાનાં પાણીની પરિસ્થિતિ કફોડી બની છે. આથી તેઓએ આ વિસ્તારોની સ્થળ તપાસ કરીને લોકોને પડતી હાલાકીથી માહિતગાર થયા હતા અને આ પાણી પ્રશ્ને મહાનગરપાલીકાનાં અધિકારીઓની સાથે ટેલીફોનીક રજુઆત કરવા ફોન કરતા કમિશ્નર અને ડે.કમિશ્નરનો ફોન ન લાગતા આવતીકાલે રૂબરૂ રજુઆત કરશે તેમ છતાં આ વિસ્તારોનાં પ્રશ્નોને લઈ જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો લોકોને સાથે રાખી કોંગ્રેસ આંદોલન કરશે.તેમ જણાવ્યું હતું.
