Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiકરૂણાતીકા : હળવદમાં દીકરાનું જન્મતા વેંત જ મોત થતા પિતાએ પણ અંનતની...

કરૂણાતીકા : હળવદમાં દીકરાનું જન્મતા વેંત જ મોત થતા પિતાએ પણ અંનતની વાટ પકડી

હળવદ : કહેવાય છે કે, કુદરત તારી કસોટીની પ્રથા સારી નથી. જેની કસોટી કરે છે તેની દશા સારી હોતી નથી. આવી જ રીતે હળવદ તાલુકાના શક્તિનગર ગામના સામાન્ય પરિવાર સાથે કુદરતે કસોટી કરવામાં કઈ બાકી રાખ્યું ન હતું. જેમાં 7 દીકરીઓ પછી પુત્ર રત્નનો જન્મ થતા પરિવારની ખુશીની કોઈ સીમા રહી ન હતી. પણ આ ખુશી એકાદ બે ક્ષણ જ રહી હતી અને પુત્રનું જન્મતા વેંત જ મોત નિપજતા તેના આઘાતમાં પિતાએ પણ અંનતની વાટ પકડી હતી. આથી આ પરિવાર હિબકે ચડ્યો હતો. જેથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં રહેતા અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા ૪૧ વર્ષના બ્રાહ્મણ પરિવારના ભાવેશભાઈ દલપતભાઈ ભટ્ટના ઘરે 7 દીકરીઓ બાદ તાજેતરમાં દીકરાનો જન્મ થયો હતો.જો કે જન્મતા વેંત જ દીકરાનું મૃત્યુ થયું હતું.આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા ભાવેશભાઈનું 15 જ દિવસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

7 દિકરીઓમાં તેમની સૌથી મોટી દીકરી 19 વર્ષની છે અને સૌથી નાની દીકરી 5 વર્ષની છે.પરિવારમાં એકને એક દીકરાનો જન્મ થતા વેંત જ તે મૃત્યુ પામ્યો.ઉપરથી પરિવારના આધાર સ્તંભ એવા ભાવેશભાઈનું પણ મૃત્યુ નિપજતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન પરિવારની મોટી દીકરી મીતલએ પિતાને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરી દીકરાનો ધર્મ નિભાવ્યો હતો.અંતિમ વિધિમાં અનેક સેવાકીય અગ્રણીઓએ પરિવારની પડખે ઉભા રહી માનવતા દાખવી હતી.વધુમાં સામાજિક અગ્રણીઓએ આ પરિવારને ફૂલ નહિ પણ ફૂલની પાંખડી સમાન મદદ કરી પુણ્યનું ભાથું બાંધવા અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments