હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે ઘરના રસોડા પાસે બાઈક પાર્ક કરેલું હોવાથી ઘરધણીએ બાઇકને આઘુ મુકતા રોષે ભરાયેલા પાડોશીઓએ ધારીયું, ધોકા અને પાઇપ સાથે ધસી આવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે બે મહિલા સહિત છ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા ભરતભાઇ ચતુરભાઈ સુરેલાએ આરોપી વિષ્ણુ ઉર્ફે ટાઇગર રામજીભાઇ સુરેલા, રામજીભાઇ ચતુરભાઇ સુરેલા, વિક્રમભાઇ રામજીભાઇ સુરેલા, શંભુભાઇ કેશાભાઇ સુરેલા, ગુગીબેન રામજીભાઇ સુરેલા અને જનકબેન રામજીભાઇ સુરેલા રહે. બધા-વેગડવાવ ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ટાઈગરે ભરતભાઇના ઘરના રસોડા પાસે બાઈક પાર્ક કર્યું હોય જે ખસેડતા તમામ આરોપીઓ પાઇપ, ધારીયું અને ધોકા લઈને ઘસી આવી ગાળો આપી ઝઘડો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.