હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે માથક ગામે આરોપી પિન્ટુ અશોકભાઈ બોરણિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા બિયરના બે ટીન કિંમત રૂપિયા 440 મળી આવતા કબ્જે કર્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.