વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સમ્રાટ સેનેટરીવેર કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની પ્રહલાદભાઈ પરશુરામભાઈ કુશવાહા ઉ.46 નામના શ્રમિક લેબર કોલોનીની છત ઉપરથી નીચે પટકાતા શરીરના આંતરિક ભાગોમાં ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.