મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.20-5-2025 થી તા. 26-5-2025 દરમ્યાન 3 હોસ્પિટલમાં 14 સ્ટાફને અને 1 હોટલમાં 9 સ્ટાફને ફાયર પ્રિવેન્શનના ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે હોટેલ, સમાજવાડી અને કોમ્પલેક્ષ જેવી બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટિફિકેટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી. આ સાથે જ પ્રિવેન્શનને લગતી સૂચનાઓ અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. તેમજ મોરબી શહેરમાં જુદી જુદી 4 જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા હતા જેમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ત્વરિત ઘટનાસ્થળ પર પહોંચી આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી.
આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ લોકોને ફાયર સેફટી વિશે માહિતીગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલીક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

