મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પ્રજાપત કારખાના પાસેથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાં પ્રજાપત કારખાના નજીકથી આરોપી સાગર ચતુરભાઈ દારોદરા ઉ.43 રહે.ગુલાબનગર વાળાને દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.