મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના ઉપપ્રમુખ દ્રષ્ટિબેન પટેલનો આજે જન્મદિવસ હતો. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે 108 નાળિયેરમાં કીડીયારું ભરીને અલગ અલગ જગ્યાએ આ નાળિયેર મૂકવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા સભ્યો જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યોના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે અબોલ જીવો માટે અનાજ ભંડારા દ્વારા નાળિયેરમાં કીડીયારું ભરીને અલગ અલગ જગ્યાએ રાખવાથી ઘણા નાના નાના જીવોને ખોરાક મળી શકે એ હેતુથી આજે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના ઉપપ્રમુખ દ્રષ્ટિબેન પટેલના જન્મદિવસની પણ કીડીયારું પુરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
