વાંકાનેર : વાંકાનેરના વિશીપરા સ્મશાન રોડ પર માતાજીના મંદિરની દીવાલને ટેકો દઈને બેસવા મામલે ચાર શખ્સોએ યુવાનને માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાવી છે.
વાંકાનેરના વિશીપરામાં રહેતા મનીષભાઈ જગદીશભાઈ ભાટી એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના માતાજીના મંદિરની દીવાલને ટેકો દઈ બેઠેલ હોય જે બાબતે મનીષભાઈ આરોપીને ઠપકો આપતા આરોપી કાળુંભાઈ પશાભાઇ સેટાણીયા, ભૂરો સેટાણીયા, વિજયભાઈ ધોધાભાઈ સેટાણીયા અને વિક્રમભાઈ વિજયભાઈ સેટાણીયાને સારું નહિ લાગતા મનીષભાઈને ગાળો આપી લાકડાના ધોકા વડે તથા ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.