હળવદ : હળવદ તાલુકાના માથક ગામે રહેતા યુવાનને રસ્તામાં આંતરી હેરિયર ગાડીમાં આવેલા બે શખ્સોએ જુના ઝઘડાનો ખાર રાખી ધોકા વડે માર મારવાની સાથે બાઇકમાં નુકશાન કરી પતાવી દેવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા અને પંચરની દુકાન ચલાવતા રવિ રણછોડભાઈ સડાણીયા ઉ.21એ આરોપી નિખિલ રાજુભાઇ ગોહિલ અને વિશાલ રાજપૂત રહે.બન્ને માથક વાળા તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ આરોપી નિખિલના ભાઈ સાથે રવીને ઝઘડો થયો હોય તેનો ખાર રાખી ફરિયાદી બાઈક લઈને જતા હતા ત્યારે આરોપીઓએ હેરિયર ગાડીમાં આવી ગાળો આપી ઝઘડો કરી ધોકા વડે માર માર્યા બાદ બાઇકમાં નુકશાન કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.