મોરબી : આજરોજ મોરબી જિલ્લા કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા માતૃભૂમિની સ્વાધીનતા માટે સંપૂર્ણ જીવન બલિદાન કરનાર વીરતા, પરાક્રમ, ત્યાગ અને દેશ ભક્તિના પ્રત્યેક વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન મોરબી સમાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સિંહજીની પ્રતિમાને ફુલહાર કરીને તેમના ગૌરવવંતી બલિદાન યાદ કરી સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી કરણી સેના અને મોરબી રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
