મોરબી : મોરબી મહાપાલિકાએ એક સપ્તાહમાં રસ્તે રઝળતા વધુ ૭૫ ઢોર પકડી ગૌશાળાઓમાં મુક્યા છે. આ સાથે બે પશુ માલિકોએ રૂ.આઠ હજારનો દંડ ભરતા તેમના પશુ છોડવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા તા. ૨૧/૦૫/૨૦૨૫ થી ૨૭/૦૫/૨૦૨પ દરમિયાન શહેરી વિસ્તારમાંથી કુલ ૭૫ પશુ પકડવાની કામગી૨ી ક૨વામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રી સમય દરમિયાન અવની ચોકડી, બાપા સીતારામ ચોક, નગર દરવાજા, મંગળ ભુવન ચોક, શનાળા રોડ, રવિ પેલેસ, સોમનાથ પેલેસ તથા સામાકાંઠે જેવા વિવિધ વિસ્તારમાંથી ઢોર પકડીને આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા છે. પકડેલ પશુ પૈકી ર પશુ માલિક પાસેથી નિયત કરેલ વહીવટી ચાર્જ રૂ. ૮૦૦૦/- વસુલ કરી પશુ પશુને છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી મહાનારપાલિકા દ્વારા ઘાસ વેચાણ ક૨તાં ૧૧ વેપારીને તથા ૩ પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. તેમ ડેપ્યુટી કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.

