વાંકાનેર : ભાજપ કાર્યાલય ખાતે પુણ્યશ્લોક શ્રી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસીજી ઝાલાની આગેવાની હેઠળ તા.29.5.2024ના રોજ તાલુકા અને શહેર ભાજપ દ્વારા કાર્યક્ર્મ કરવામાં આવ્યો. જેમાં મોરબીથી પધારેલ મુખ્ય વક્તા , કાર્યક્રમના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, વાંકાનેર તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો, વાંકાનેર શહેર ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો, વાંકાનેર તાલુકા પંચાયતના તમામ સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમજ તમામ મોરચાના હોદ્દેદારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા , રસિકભાઈ વોરા, સુરેશભાઈ પ્રજાપતિ, વાઘજીભાઇ ડાંગરોચા, અમુભાઈ ઠાકરાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

