મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં લાયન્સનગર રણછોડનગરમાં રહેતા મૂળ ગોધરાના વતની હેતુલભાઈ ભારતભાઈ પટેલ ઉ.25 નામનો યુવાન પોતાના ઘેર પોતા કરતો હતો ત્યારે ગત તા.25ના રોજ પાણીમાં લપસી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.