Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં સરકારશ્રીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો

મોરબીમાં સરકારશ્રીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો

મોરબી જિલ્લામાં સરકારીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે આઇસીડીએસના સીડીપીઓ સર્વ તથા મુખ્ય સેવિકાઓ માટે એન.એન.એમ.ના મિશન ડાયરેક્ટર જીજ્ઞાશા પંડ્યા તથા આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી અંકુર વૈદ્યની પ્રેરક ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

કમિશનરી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ વર્કશોપમાં C-MAM (Community-Based Management of Acute Malnutrition – અતિ કુપોષણનું સમુદાય-આધારિત વ્યવસ્થાપન) કાર્યક્રમના અમલીકરણ અંગે ટીમ માટે મહત્વપૂર્ણ ઈનપુટ્સ અને વિઝન, C-MAM ના વ્યુહાત્મક આયોજન અને પ્રસ્તુતિ, જિલ્લા બેસ્ટ પ્રેક્ટિસીસ, C-MAM પ્રોગ્રામમાં આરોગ્ય વિભાગની ભૂમિકા, ગામડાના આંગણવાડી કેન્દ્રમાં પોષણની સ્થિતિ, પોષણ સંગમ એપ્લિકેશનનું ઓરિએન્ટેશન સહિત વિવિધ મુદ્દાઓને કેન્દ્રમાં રાખી વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં આઈસીડીએસ રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ, મોરબી સીઆરએચઓ ડો. સંજય શાહ, મોરબી આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓ સર્વ અને મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments