મોરબીમાં જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે ડીજીઆરસી કમિટીની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. હાલ વયવંદના યોજના અન્વયે ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને કોઈપણ આવક મર્યાદા વગર ફક્ત આધારકાર્ડના આધારે આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવે છે, ત્યારે મોરબી જિલ્લાના તમામ ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના વડીલોને આયુષ્માન કાર્ડ બનાવવા કલેક્ટરે અપીલ કરી હતી.
કલેકટર કે. બી. ઝવેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ દ્વારા યોજના સાથે જોડાયેલ હોસ્પિટલ્સને યોજનાની ગાઈડલાઈન મુજબ લાભાર્થીઓને સેવા આપવા, યોજના અંતર્ગત સારવાર લીધેલ દર્દીઓને ટ્રાવેલિંગ એલાઉન્સ અને ૧૫ દિવસ સુધીની દવા તથા ફોલોઅપ માટે ફ્રી સારવાર આપવા સૂચના આપવામાં આવી હતી. આયુષ્માન કાર્ડ બનાવવા માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ અને આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. કે. શ્રીવાસ્તવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.