મોરબી : મોરબી જિલ્લામાં ચોમાસાને પગલે તા.1 જુનથી જિલ્લા કક્ષાએ તથા તમામ તાલુકા કક્ષાએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. આ માટે 6 નાયબ મામલતદારને ફરજ પણ સોંપવામાં આવી છે.
ચોમાસામાં વાવાઝોડુ, પૂર અને અતિ ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના પગલા લેવા માટે રાજય, જિલ્લા, તાલુકા કક્ષાએ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. જેમાં તા.૦૧ જૂનથી તા.૩૦ નવેમ્બર સુધી જિલ્લા કક્ષાએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર માટે તથા તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર તથા પટાવાળા કમ ડ્રાઈવર સંવર્ગનું હંગામી ધોરણે મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.
જેમાં જિલ્લા કલેકટર દ્વારા 6 નાયબ મામલતદારોને ફરજ સોંપવામાં આવી છે. નાયબ મામલતદાર સી.એ.પ્રજાપતિને કલેકટર ઓફિસ, એસ.વી. ત્રાંબડીયાને મોરબી ગ્રામ્ય, એન.આર.જોશીને ટંકારા, એસ.વી.રાઠોડને વાકાનેર, બી.આર.ડોડીયાને માળિયા, ડી.એચ.સોનગ્રાને હળવદમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.