Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiપ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત મોરબીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વોકથોન યોજાઈ

પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત મોરબીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વોકથોન યોજાઈ

મોરબી: વિશ્વ પર્યાવરણ દિવસની વર્ષ-૨૦૨૫ની થીમ ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ અંતર્ગત મોરબીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મોરબી શહેરમાં વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.

૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ઉજવણી પૂર્વે વિવિધ આયોજનો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની થીમને ધ્યાને લઈ લોકોને પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જાગૃત કરવા તેમજ પ્લાસ્ટિકના વપરાશને નહિવત કરવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ગત તારીખ ૨૯/૦૫/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મોરબીના જાહેર માર્ગો પર રેલી સાથે વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વોકથોનમાં લોકો દ્વારા ‘જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો’ અને ‘પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી આપણી જવાબદારી’ સહિતના નારા લગાવવામાં આવ્યા હતા. આ વોકથોન દરમિયાન સર્વે ઉપસ્થિતો દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા તથા આ બાબતે લોકોને જાગૃત કરવા શપથ પણ લેવામાં આવ્યા હતા. આ વોકથોનમાં જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ રાઠોડ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સ્ટાફ, જિલ્લાના ખેલાડીઓ, રમતના કોચશ્રીઓ, વ્યાયામ શિક્ષકઓ, ટ્રેનર્સ તેમજ બાળકો અને શહેરીજનો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments