મોરબી : મોરબીના ઘુંટુ નજીક ખુટિયાને બચાવવા જતા એક કાર ડિવાઈડર ઠેકીને બીજી કાર સાથે અથડાઈ હતી.આ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોય, તેમાં પાંચથી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી- હળવદ હાઈવે ઉપર ઘૂંટુ પાસે ગત રોજ સાંજે આખલાને બચાવવા જતા સ્કોર્પિયો ડિવાઈડર કૂદી ગયો હતો. આ વેળાએ સામેથી આવતી બોલેરો કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ બોલેરો કાર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટની હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 5 લોકો સવાર હતા. પાંચેયને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

