મોરબી : મોરબીમાં નક્ષત્ર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આગામી તારીખ 01/06/2025ને રવિવારના રોજ સવારે 9 થી 11 કલાકે મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કુલ ખાતે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડો.મહેન્દ્ર ફેફર (હાડકાના રોગોના નિષ્ણાંત), ડો.માધવ સંતોકી (જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જરીના નિષ્ણાંત), ડો.બ્રિન્દા ફેફર (પેઇન મેનેજમેન્ટ નિષ્ણાંત), ડો.મોનિકા પટેલ (ફિઝીશિયન), ડો.અંકિતા કાંજીયા ટીલવા (ગાયનોકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન) સહિતના ડોક્ટર્સની ટીમ સેવા આપશે. આ કેમ્પમાં ડોક્ટર કન્સલ્ટેશન, બ્લડ પ્રેશર તથા સુગર રીપોર્ટ, BMD (હાડકાની ઘનતા) ટેસ્ટ, નસુની ટેસ્ટ સહિતના ફ્રી નિદાન કરી આપવામાં આવશે. દર્દીએ બતાવવા આવતી વખતે જુની ફાઈલ તથા રિપોર્ટ સાથે લાવવા તથા ફોન નં.02822-222 222, મો.9175020 62222 પર રજિસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે.
