હળવદ સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જીઆઇડીસી વિસ્તારમાં જીનની દીવાલ પાછળ ઝૂંપડામાં દરોડો પાડી આરોપી રફીક કાદરભાઈ જામ ઉ.32 નામના શખ્સને 220 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 44000 સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા દેશી દારૂનો આ જથ્થો આરોપી લાખાભાઈ મનસુખભાઇ કોળી રહે.રાજપર, જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે લાખાભાઈને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ અન્વયે બન્ને વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.