વાંકાનેર : ગીર ફાઉન્ડેશન ગાંધીનગર તેમજ ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખી તારીખ 31.5.2025 ને શનિવારના રોજ વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટિક હટાવોનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગરથી અશોકભાઈ પાંભર તેમજ ભારત વિકાસ પરિષદ,આર્ટ ઓફ લિવિંગ પરિવાર, વેલનાથ યુવક મંડળ ધમલપર, ધોડેશ્વર સેવા સમિતિ તેમજ ગઢીયા હનુમાન મિત્ર મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આજના દિવસે સૂક્ષ્મ જીવોને ખોરાક મળી રહે તે માટે આશરે 200 જેટલા નારિયેળમાં કીડીયારું ભરીને ગઢીયા ડુંગરના અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ ગીર ફાઉન્ડેશન ગુજરાતના અશોકભાઈ પાંભર અને પર્યાવરણ પ્રેમી ભુપતભાઈ છૈયા દ્વારા પર્યાવરણ તેમજ વૃક્ષો વિશેની વિશેષ માહિતી આપવામાં આવી હતી.
