Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadમોરબીમાં પિસ્તોલની અણીએ રૂ.46 લાખની લૂંટ બાદ મોકડ્રીલ હોવાનું જાહેર

મોરબીમાં પિસ્તોલની અણીએ રૂ.46 લાખની લૂંટ બાદ મોકડ્રીલ હોવાનું જાહેર

પોલીસે લૂંટારુંઓને ઝડપીને સતર્કતા ચકાસવા મોકડ્રીલ કરી હોવાનું જાહેર કરતા સૌએ રાહતનો દમ લીધો

મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આજે પિસ્તોલ બતાવી કારમાં ઘસી આવેલો લૂંટારુઓ રૂ.46 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.આથી આ લૂંટના બનાવની ગંભીરતાને ધ્યાને લઈને જીલ્લા પોલીસે તત્કાળ જિલ્લાભરમાં નાકાબંધી કરીને કાર્યવાહી કરતા લૂંટના તમામ મુદ્દામાલ અને કાર સાથે લૂંટારુંઓ ગણતરીના સમયમાં જ ઝડપાઇ ગયા હતા. જો કે, બાદમાં પોલીસ આવી ગંભીર ઘટના સમયે કેટલી સતર્ક છે તેની ચકાસણી કરવા પોલીસે મોકડ્રીલ યોજી હોવાનું જાહેર કર્યું હતું.

મોરબી જીલ્લામાં વધતા ગુનાઓ અટકાવવા અને પોલીસની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ભોગ બનનારે ફોન કરીને જણાવ્યું હતું કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ગાડીમાં અજાણ્યા માણસો અચાનક આવી પિસ્તોલ બતાવી રૂ.46 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ કરી હળવદ તરફ ફરાર થઇ ગયા છે. જેથી મોરબી પોલીસે રેડ એલર્ટ જાહેર કર્યું હતું અને રેડ એલર્ટ મુજબ તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને પોતાના પોઈન્ટ પર પહોંચી જવા જણાવ્યું હતું. પોલીસ ટીમો સમય મર્યાદામાં પોતાના પોઈન્ટ પર પહોંચી હતી અને લૂંટ કરીને ફરાર થઇ જનાર ક્રેટા કાર અને આરોપીઓને ઝડપી લેવા આડશો ઉભી કરી નાકાબંધી કરી વાહન ચેકિંગ કામગીરી કરી હતી. દરમિયાન લૂંટ કરી નાસી જનાર ગાડી મહેન્દ્રનગરથી હળવદ તરફ ગઈ હોવાની માહિતીને પગલે એલસીબી ટીમે ક્રેટા ગાડીનો પીછો કર્યો હતો અને હળવદ પીઆઈએ સમય સુચકતા દાખવી રોડ પર ટ્રાફિક જામ કરાવ્યો હતો અને વાહન ચેકિંગ કર્યું હતું જેમાં ગાડી ટ્રેપમાં આવી ગઈ હતી અને ગાડીને રોકી ચેક કરી મુદામાલ કબજે લઈને આરોપીઓને ઝડપી લીધા હતા.બાદમાં મોરબી જીલ્લા પોલીસની સતર્કતા તપાસવા માટે રેડ એલર્ટની મોકડ્રીલ કરી હોવાનું પોલીસે જાહેર કરતા સૌએ રાહતનો દમ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments