Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમૂકબધિર પુત્રી ઉપર દુષ્કર્મની ખબર પડતા માતાએ નરાધમને મોતને ઘાટ ઉતારી દીધો

મૂકબધિર પુત્રી ઉપર દુષ્કર્મની ખબર પડતા માતાએ નરાધમને મોતને ઘાટ ઉતારી દીધો

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સાવકા બાપે દીકરી સાથે કરેલા હેવાનીયતભર્યા કૃત્ય બાદ આ નરાધમના શંકાસ્પદ મોતની ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી

મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સાવકા પિતાએ આગલા ઘરની પુત્રી ઉપર નજર બગાડી દુષ્કર્મ આચર્યા બાદ પિતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. આ ઘટનામાં ક્રોધે ભરાયેલી માતાએ જ તેના પતિને લાતો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલ્યું છે.

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમાજ વ્યવસ્થાને શર્મસાર કરતી એક ઘટના બની છે. જેમાં સાવકા પિતાએ 24 વર્ષીય મૂક બધિર સાવકી પુત્રી ઉપર નજર બગાડી હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારતા મૂક બધિર યુવતી અવાચક બની ગઈ હતી. બીજી તરફ સાવકા બાપે કરેલા કૃત્યુની જાણ મૂક બધિર યુવતીના માતાને થતા માતાએ હવસખોર પતિને ઢીંકા પાટુનો માર મારી છાતીના ભાગે લાતો ફટકારતા નરાધમનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે, બીજી તરફ આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.

નોંધનીય છે કે, જે શ્રમિક પરિવારમાં આ ઘટના બની છે તેમાં હત્યાનો ભોગ બનેલ પિતા તેમજ મૂક બધિર યુવતીના માતાના આ બીજા લગ્ન હોવાનું અને મુક બધિર યુવતી માતા સાથે આંગળીયાત આવી હોય સાવકા બાપે દીકરી ઉપર જ નજર બગાડી મોકો મળતા દેહ અભળાવી નાખ્યો હતો. જે બાદ માતાને બનાવની જાણ થતા નરાધમ પતિને ઢોર મારતા મૃત્યુ નીપજ્યું હતું. જો કે, ચોંકાવનાર બનાવમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ દુષ્કર્મ અને હત્યા અંગે ફરિયાદ નોંધવામાં આવશે તેમ પોલીસે જાહેર કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments