હળવદમાં હેલ્થ વિભાગના આઉટસોર્સ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન ચૂકવાયો હોય આ અંગે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી યુનિયન દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, આઉટસોર્સ કર્મચારીઓને છેલ્લા માર્ચ મહિનાથી પગાર બાકી છે. કર્મચારીના દૈનિક જીવનમાં પગાર સમયસર થાય તે જરૂરી છે. તેથી આગામી 2 દિવસમાં પગાર જમા નહીં થાય તો ગાંધીજી ચિંધ્યો માર્ગ અપનાવીશું તેમ જણાવ્યું છે.
