મોરબી : ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજે તારીખ 31-5-2025 ને વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સવારે 9 થી 11 દરમ્યાન ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબીથી નવા બસસ્ટેશન, બાપા સીતારામ ચોક, અવની ચોકડી, ઉમિયા સર્કલ થઈ પરત ચેતના કેન્દ્રના રૂટ પ્રમાણે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રસ્તામાં પોસ્ટરો દ્વારા લોકોને વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો તેમજ 3000 જેટલી વ્યસન મુક્તિની પુસ્તકોનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ડો. સતિષ પટેલ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો. વાંકાનેરથી આવેલા ધર્મેન્દ્રસિંહ ઝાલા જે પોતે વ્યસન મુક્તિ માટે ખૂબ સારું કાર્ય કરે છે એમને પણ એમના વિચારો રજૂ કર્યા હતા. સંગીત સાથે વ્યસન મુક્તિના સૂત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્ય ક્રમને સફળ બનાવવા માટે ડૉ. જયંતિ ભાઈ ભાડેશિયા, ડૉ. જયેશ ભાઈ પનારા (અધ્યયન મંડળ), આર. એસ. એસ., જિલેશભાઈ કાલરીયા (વિશ્વ હિન્દુ પરિષદ), મણિભાઈ સરડવા (મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ), સ્વદેશી જાગરણ મંચ, જિલ્લા પંચાયત મોરબી, અર્બન હેલ્થ સેન્ટર ગોકુળ નગર, ગાયત્રી શક્તિ પીઠ વાંકાનેર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, એકતા કોમ્પ્યુટર, ક્રાંતિકારી સેના, આર્ય સમાજ મોરબીના વ્યક્તિ અને સંગઠનોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.



