મોરબી : મોરબીના વોર્ડ નં 5 માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદિર વાળી શેરીના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી કે, આ શેરીમાં ભૂકંપ સમયથી જર્જરિત થયેલ મકાન આજે પણ જેમનું તેમ છે. ભૂકંપમાં મકાન અતિ ક્ષતિગ્રસ્ત થયું હતું અને હજુ જેમની તેમ સ્થિતિમાં છે. જેના માલિક અમારી જાણ મુજબ આફ્રિકા નિવાસ કરે છે.
મોરબીમાં તેમના સગા રહે છે. જેનું નામ ભાવિન રમેશભાઈ શુક્લ છે. તેમને આ સમસ્યા અંગે અગાઉ જાણ કરી છે. પરંતુ મકાન તોડી પાડવાની કોઈ કામગીરી કરી નથી અને થોડા દિવસો અગાઉ મોરબી મહાનગરપાલિકાએ આ મકાનને બાકી વેરા અંગે નોટિસ પણ પાઠવી હતી .આ મકાન ભૂકંપ સમયથી ક્ષતિગ્રસ્ત છે અને તેની અટકી પડેલી છત પણ થોડા સમય પહેલા તેની જાતે તૂટી પડી હતી સદનસીબે છત મકાનના અંદરના ભાગે તૂટતાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ શેરી ખૂબ સાંકડી છે અને આ મકાન ચોમાસામાં વરસાદ કે ભારે પવનમાં તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઇ સકે છે શેરીમાં 15 જેટલા નાના બાળકો આ જર્જરિત મકાન આસપાસ રમતા હોય છે જેથી રહીશોની પીડા સમજી સતત માથે ટોળાતું જોખમ હટાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માંગ કરી છે.

