મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને વાંકાનેર તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડામાં મોરબીના ગાંધીચોક તેમજ વાંકાનેરના માટેલમાં આંકડામીંડીનો જુગાર રમાડતા બે વરલીભક્તને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાંધી ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી આરીફ મુસ્તાકભાઈ બ્લોચ, રહે.મકરાણી વાસ મોરબી વાળાને રોકડા રૂપિયા 350 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે દિલીપ કાંતિલાલ મહેતા રહે.અમરધામ માટેલ વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 330 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.