મોરબી શહેરના લાભનગર વિસ્તારમાં રહેતા શખ્સે ક્લીન્દ્રી નદીના કોઝવે નજીક વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી 87 બોટલ દારૂ મળી આવ્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ખોડાભાઈ ભરતભાઇ કગથરા રહે.લાભનગર વાળાએ પોતાના ઘર સામે કાલીન્દ્રી નદીના કોઝવેમાં વિદેશી દારૂ છુપાવી વેચાણ કરે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી 87 બોટલ દારૂ કિંમત રૂ.43,500 મળી આવતા પોલીસે ખોડાભાઈને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.